Get The App

વાંચો તમારું 15 ડિસેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 15  ડિસેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ: આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

વૃષભ: આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે બહાર જવાનું બને.

મિથુન : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની દ્વિધા-અસમંજસતા રહ્યા કરે. ખર્ચ-ખરીદી જણાય.

કર્ક : બપોર સુધી કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સંતાનનો સહકાર પ્રાપ્ત કરી શકો. દિવસાન્તે આપને પ્રતિકૂળતા રહે.

સિંહ : ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. કામકાજનો ઉકેલ આવતો જાય.

કન્યા : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવાય. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.

તુલા: આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં સંભાળવું પડે.

વૃશ્ચિક : આપના કામમાં સાનુકૂળતા રહે. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી વાહન ધીરે ચલાવવું.

ધન : આપને કામકાજમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. બપોર પછી રાહત રહે.

મકર: સીઝનલ ધંધામાં આકસ્મિક-ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની દૂર થાય.

કુંભ : જમીન-મકાન-વાહનના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. માતૃપિતૃ પક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. ખર્ચ જણાય.

મીન: આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસ મિલન-મુલાકાતથી આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News