વાંચો તમારું 14 ડિસેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક, સામાજિક-વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. આનંદ અનુભવો.
વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય.
મિથુન : નાંણાકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી આપે સંભાળવું પડે.
કર્ક : ધીરે-ધીરે આપના કામનો ઉકેલ આવતો જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
સિંહ : કામકાજની વ્યસ્તતાને લીધે આપના દોડધામ-શ્રમમાં વધારો થાય. જમીન-મકાન-વાહનના કામકાજમાં સાનુકુળતા રહે.
કન્યા : દેશ-પરદેશના કામકાજમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુનો સહકાર મળી રહે.
તુલા : દિવસના પ્રારંભથી જ આપને તબીયતની અસ્વસ્થતાનો અનુભવ થાય. સુસ્તી-બેચેની રહે. કામકાજમાં સંભાળવું પડે.
વૃશ્ચિક : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે તો કામનો ઉકેલ લાવી શકો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
ધન : આપના કાર્યની સાથે બીજુ કામ આવી જતા, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.
મકર : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી ઉકેલ લાવી શકો. હર્ષ-લાભ રહે.
કુંભ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે. ધીરજ રાખવી.
મીન : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગ મદદરૂપ થાય.
અગ્નિદત્ત પદમનાભ