વાંચો તમારું 13 જાન્યુઆરી, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી આપને આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર રહે.
વૃષભ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય, આનંદ રહે.
મિથુન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય સરકારી કામકાજ થઇ શકે.
કર્ક : કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ- વિલંબ અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણા ભીડ જણાય.
સિંહ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થાય.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપના દોડધામ શ્રમમાં વધારો થાય.
તુલા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકરવર્ગ- નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેનીનો અનુભવ થાય. તબીયતીની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
ધન : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામમાં અન્યનો સહકાર મળી રહે.
મકર : આપના કાર્યની સાથે બીજુ કામ આવી જવાથી અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.
કુંભ : આપની બુદ્ધિ-અનુભવ- આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.
મીન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર પરિવારની ચિંતા રહ્યા કરે.
- અગ્નિદત્ત પદમનાભ