વાંચો તમારું 10 નવેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં આકસ્મિક સરળતા થતાં આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો મળી રહે.
વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઘર-પરિવાર- સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામ અંગે દોડધામ રહે.
મિથુન : જૂના મિત્ર-સ્વજન-સ્નેહિની આકસ્મિક મુલાકાતથી આપને આનંદ થાય. ધંધાકીય કામકાજ અંગે બહાર જવાનું બને.
કર્ક : કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને, સંયુક્ત ધંધાના પ્રશ્ને આપને ઉચાટ-ઉદ્વેગ જણાય. વાહન ચલાવતી વખતે વિચારોને કાબુમાં રાખવા.
સિંહ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
કન્યા : સીઝનલ ધંધામાં આપને હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ થાય.
તુલા : સંતાનના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
વૃશ્ચિક : હૃદય-મનની વ્યગ્રતાને લીધે કામકાજમાં આપનું મન લાગે નહીં. જમીન-મકાન-વાહનની લે-વેચમાં આપે ઉતાવળ કરવી નહીં.
ધન : અડોશ-પડોશના કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામમાં પ્રગતિ જણાય. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય.
મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક, વ્યવહારિક-સામાજિક કામમાં વ્યસ્ત રહો. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કુંભ : રાજકીય-સરકારી કામ, સંસ્થાકીય કામ, જાહેર ક્ષેત્રના કામ અંગેની મિલન-મુલાકાતમાં આપને સાનુકૂળતા મળી રહે.
મીન : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. સાસરીપક્ષ- મોસાળપક્ષની ચિંતા રહે.
- અગ્નિદત્ત પદમનાભ