mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વાંચો તમારું 10 જૂન, 2024નું રાશિ ભવિષ્ય

Updated: Jun 9th, 2024

વાંચો તમારું 10 જૂન, 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે અને નોકરી-ધંધે જાવ તો ઘરની ચિંતા આપને સતાવ્યા કરે. કામકાજમાં મન લાગે નહીં.

વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી કામ કરવાનો આનંદ આવે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મિથુન : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક અને ખર્ચ બન્ને રહે.

કર્ક : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

સિંહ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. હરિફવર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે. ખર્ચ જણાય.

કન્યા : આપની દોડધામ-શ્રમમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય. આપના કામમાં આકસ્મિક સરળતા મળી જાય. સંતાનથી હર્ષ-લાભ રહે.

તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.

વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

ધન : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. નાણાકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.

મકર : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવે.

કુંભ : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. પરંતુ સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

મીન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પહેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સાથ-સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat