વાંચો તમારું 09 સપ્ટેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય
મેષ : દિવસના પ્રારંભે સાનુકૂળતા જણાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થતો જાય.
વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં સાનુકૂળતા થતી જાય. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે.
મિથુન : દિવસના પ્રારંભે કામમાં સરળતા જણાય. વાણીની મીઠાશથી કામનો ઉકેલ આવે. બપોર પછી કામની વ્યસ્તતામાં વધારો થાય.
કર્ક : આપે ધીરજ અને શાંતિ રાખવા બપોર પછી આપને કામમાં સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ આવતાં રાહત જણાય.
સિંહ : બપોર સુધી કામકાજમાં સાનુકૂળતા જણાય. ત્યારબાદ આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય.
કન્યા : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. અડોશ-પડોશના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા અનુભવાય.
તુલા : આપને રાજકીય સરકારી કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય.
વૃશ્ચિક : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની અસ્મંજસતા-દ્વિધાના લીધે કામમાં ધ્યાન રહે નહીં.
ધન : સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછા થાય. બપોર પછી કામકાજમાં આપને પ્રતિકૂળતા રહે. ખર્ચ જણાય.
મકર : ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્ર વર્ગના કામકાજ અંગે વ્યસતા-દોડધામ રહે. બપોર પછી આપને કામમાં રાહત થતી જાય.
કુંભ : આપને બઢતી-બદલીના કામકાજમાં પ્રગતિ જણાય. મિલન-મુલાકાત થઈ શકે. બપોર પછી કામકાજ અંગેની વ્યસ્તતા વધે.
મીન : દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત-શાંતિ થતા જાય.
- અગ્નિદત્ત પદમનાભ