Get The App

વાંચો તમારું 09 ડિસેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 09  ડિસેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

વૃષભ : ધીમે-ધીમે આપના કાર્યમાં સાનુકૂળતા થતી જાય. આપના કાર્યનો ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મિથુન : દિવસ પસાર થતો જાય તેમ આપના કામની વ્યસતતા-દોડધામ-શ્રમમાં વધારો થતો જાય. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.

કર્ક : જેમ દિવસ પસાર થાય તેમ આપને રાહત-શાંતી  થતાં જાય. ધીરે-ધીરે આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. પરદેશના કામ થઈ શકે.

સિંહ : આપે તન-મન-ધનથી - વાહનથી સંભાળીને શાંતીથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. ઉચાટ રહે.

કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.

તુલા : આપને કામનું દબાણ જણાય. દોડધામનીઅસર સ્વાસ્થ્ય પર ના પડે તેની કાળજી રાખવી. સીઝનલ ધંધામાં વાદ-વિદાથી સંભાળવું.

વૃશ્ચિક : જેમ દિવસ પસાર થાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઇ પડેલા કામનો ઉકેલ આવતો જાય. આને રાહત-શાંતિ થતાં જાય.

ધન : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

મકર : આપના કાર્યમાં સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગ મદદરૂપ થાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો.

કુંભ : સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. કામમાં સાનુકૂળતા રહેાવથી આનંદ થાય. ધંધામાં આવક જણાય.

મીન : દિવસના પ્રારંભે ઉચાટ-ઉદ્વેગ જણાય. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને શાંતિ થતી જાય. કામમાં સાનુકુળતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ



Google NewsGoogle News