વાંચો તમારું 08 ડિસેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય
મેષ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા થતી જાય.
વૃષભ : આપના કાર્યની સાથે સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગ-ઘર-પરિવારના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા રહે. કામનો ઉકેલ આવતો જાય.
મિથુન : જુના મિત્ર, સ્વજન-સ્નેહીની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. આપના કાર્યમાં નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા રહે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. વાહન ધીરે ચલાવવું.
સિંહ : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. પરદેશના કામ થાય.
કન્યા : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ખર્ચ-ખરીદી જણાય.
તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
વૃશ્ચિક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતી-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું.
ધન : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય.
મકર : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારિક કામકાજ જણાય. ખર્ચ-ખરીદી જણાય પરંતુ આનંદ રહે.
કુંભ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામકાજમાં વ્યસ્ત રહો. આપના કાર્યનો ધીરે-ધીરે ઉકેલ આવતાં રાહત થતી જણાય.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણે જ કામકાજ ન થઈ શકવાથી ઉચાટ-ઉદ્વેગ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી કરવી પડે.
- અગ્નિદત્ત પદમનાભ