વાંચો તમારું 06 જાન્યુઆરી, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. નાંણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
સિંહ : સુસ્તી-બેચેનીના કારણે કામ કરવાની ઈચ્છા થાય નહીં. તબીયતની અસ્વસ્થતા જણાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
કન્યા : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થઈ શકે.
તુલા : આપના કામકાજને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ જણાય. સીઝનલ ધંધામાં આપે હરિફાઈનો સામનો કરવો પડે.
વૃશ્ચિક : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
ધન : આપના કામકાજમાં પ્રતિકુળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. માતૃપક્ષે ચિંતા જણાય.
મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ભાઈભાંડુનો સાથ રહે.
કુંભ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ધરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામ રહે.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવાય. રાજકીય સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.