Get The App

વાંચો તમારું 05 ઓગસ્ટ, 2024નું રાશિ ભવિષ્ય

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 05 ઓગસ્ટ, 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : બપોર સુધી કામમાં પ્રતિકૂળતા રહ્યા કરે. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં. બપોર પછી ધીમે ધીમે આપને રાહત થતી જાય.

વૃષભ : દિવસનો પ્રારંભ આપના માટે સારો રહે. કામકાજમાં સાનુકુળતા મળી રહે. પરંતુ બપોર પછી આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો.

મિથુન : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ આપને મદદરૂપ થાય. ધર્મકાર્ય શુભકાર્યથી આનંદ રહે.

કર્ક : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે.

સિંહ : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. કામમાં પ્રતિકૂળતા રહે. બપોર પછી આપને રાહત-શાંતિ અનુભવાય.

કન્યા : આપની મહેનત-અનુભવ આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. બપોર પછી આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

તુલા : દિવસ દરમ્યાન આપની કામકાજ અંગેની દોડધામ-વ્યસ્તતામાં વધારો જણાય. ઘર-પરિવારનો સાથ સહકાર મળી રહે.

વૃશ્ચિક : આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. ધર્મકાર્ય થવાથી આનંદ અનુભવો.

ધન : દિવસ દરમ્યાન આપે સામાજિક વ્યવહારિક કૌટુંબિક પારિવારીક કામમાં સાવધાની રાખવી પડે. દિવસાન્તે આપને થોડી રાહત જણાય.

મકર : મહત્ત્વના નિર્ણય લેવામાં હોય તો લઇ શકાય. આપના કામમાં વ્યસ્ત રહિ દિવસ પસાર કરી શકો. ધર્મકાર્ય શુભકાર્ય થાય. દિવાસાન્તે ચિંતા રહે.

કુંભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો જણાય.

મીન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. બપોર પછી કામકાજ અંગેની વ્યસ્તતા વધે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News