વાંચો તમારું 02 સપ્ટેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય
મેષ : વાણીની સંયમતા રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. મહત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. સંતાનની ચિંતા રહે.
વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
મિથુન : અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે. આપના યશ-પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવી પડે. ચિંતા રહે.
કર્ક : બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં સાવધાની રાખવી પડે. સામાજિક- વ્યવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં.
સિંહ : વિચારોની દ્વિધા- અસમંજસતાને લીધે કામકાજમાં વિલંબ જણાય. માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં.
કન્યા : રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને કોઈ ને કોઈ રૂકાવટ- મુશ્કેલી રહ્યા કરે. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું.
તુલા : સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહે. પરદેશના કામમાં ઉતાવળ કરવી નહીં. ધર્મકાર્ય થવાથી રાહત જણાય.
વૃશ્ચિક : ઘર-પરિવારની, સગા-સંબંધીવર્ગની, મિત્રવર્ગની ચિંતા રહ્યા કરે. જમીન-મકાન-વાહનના કામ જાળવી રાખવા.
ધન : યાત્રા-પ્રવાસ, મિલન- મુલાકાતમાં આપે સાવધાની રાખવી. પરદેશના કામ મુલત્વી રાખવા. ધર્મકાર્ય થવાથી રાહત રહે.
મકર : આપે તન-મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સંભાળવું પડે.
કુંભ : પત્ની- સંતાનની ચિંતા જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામ કરી લેવું. વાણીની સંયમતા રાખવી.
મીન : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગ કોઇને કોઇ મુશ્કેલી ઉભી કર્યા કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી અનુભવાય.
- અગ્નિદત્ત પદમનાભ