Get The App

વાંચો તમારું 02 ડિસેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 02  ડિસેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ રાહત થતી જાય.

વૃષભ : બપોર સુધી કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય. બપોર પછી કામમાં પ્રતિકૂળતા રહે.

મિથુન : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.

કર્ક : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો મળી રહે.

સિંહ : દિવસના પ્રારંભથી આપને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. પરિવારની ચિંતા અનુભવાય. બપોર પછી શાંતિ થતી જાય.

કન્યા : સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. બપોર પછી આપે સંભાળવું પડે.

તુલા : આપને કામકાજમાં સાનુકૂળતા રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા રહે. આડોશ-પડોશનું કામકાજ જણાય.

વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.

ધન : રાજકીય-સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. આવેગ-ઉશ્કેરાટમાં આવું નથી.

મકર : પુત્ર-પૌત્રાદિકના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. પરંતુ બપોર પછી આપે ધીરજ અને શાંતિથી પસાર કરી લેવો.

કુંભ : દિવસના પ્રારંભથી આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગની ચિંતા જણાય. બપોર પછી સારું.

મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચોકર વર્ગના સાથ-સહકારથી કામનો ઉકેલ લાવી શકશો.

અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News