વાંચો તમારું 30 નવેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : તબીયતની અસ્વસ્થતાને લીધે આપને કામ કરવાની ઈચ્છા થાય નહીં. તેમ છતાં આપે અનિચ્છાએ પણ કામમાં વ્યસ્ત રહેવું પડે.
વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. અન્યનો સહકાર મળી રહેતાં કામનો ઉકેલ આવતો જાય. આનંદ રહે.
મિથુન : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. રાજકીય-સરકારી કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય.
કર્ક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને અગત્યના નિર્ણય લઈ શકાય.
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું.
કન્યા : નોકરી-ધંધામાં કોઈ નવી તક મળી રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. અડોશ-પડોશના કામકાજ અંગે દોડધામ રહે.
તુલા : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. બેંકના, વીમા કંપનીના કામકાજ થાય.
વૃશ્ચિક : મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત-આનંદ અનુભવાય.
ધન : બેંકના, વીમા કંપનીના કામમાં આપે સાવધાની રાખવી પડે. આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગની અડચણ રહે.
મકર : આપને કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય. આનંદ રહે.
કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા થતી જાય.
મીન : આપના કામમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ