વાંચો તમારું 30 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ, મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. વાદ- વિવાદ ગેરસમજ મનદુ:ખથી દૂર રહેવું.
વૃષભ : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના કામનો ઉકેલ આવે.
મિથુન : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલીનો અનુભવ થાય. જમીન- મકાન- વાહનના કામમાં ધ્યાન રાખવું.
કર્ક : આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ- નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. દેશ- પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. પરંતુ કામકાજનો ઉકેલ આવવાથી રાહત રહે.
કન્યા : આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. રાજકીય- સરકારી કામમાં સાનુકૂળતા રહે.
તુલા : આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ- ઉદ્વેગ રહ્યા કરે. આવેશ- ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સરળતા- સાનુકૂળતા થતી જાય. આપની દોડધામ- શ્રમમાં ઘટાડો થતો જાય.
ધન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન- મકાન- વાહનના કામમાં સાનુકૂળતા રહે.
મકર : આપના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર- ચાકર વર્ગ, સહકાર્યકર વર્ગનો સાથ સહકાર રહે.
કુંભ : દિવસના પ્રારંભથી જ તબિયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં છતાં અનિચ્છાએ કામ કરવું પડે.
મીન : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેતાં આપને કામમાં રાહત મળી રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાતથી આનંદ થાય.
- અગ્નિદત્ત પદમનાભ