વાંચો તમારું 30 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 30 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : દિવસનો પ્રારંભ આપના માટે સાનુકૂળતાવાળો રહે. નવી ઓળખાણ-મિત્રતા થાય. બપોર પછી આપને ઉચાટ-ઉદ્વેગ જણાય.

વૃષભ : સીઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો જણાય. બપોર પછી અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય.

મિથુન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સંસ્થાકીય કામ, જાહેર ક્ષેત્રનું કામ રહે. બપોર પછી રાહત રહે.

કર્ક : કોર્ટ-કચેરીના કામકાજમાં આપે સંભાળવું પડે. આકસ્મિક ખર્ચનાં લીધે નાંણાભીડ જણાય. દિવસ પસાર થાય તેમ રાહત થતી જાય.

સિંહ : પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનના કામનો ઉકેલ લાવી શકો. બપોર પછી કામકાજ અંગે ઉચાટ-ઉદ્વેગ અનુભવાય.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. બપોર પછી ધીરે ધીરે કામનો ઉકેલ આવતો જાય.

તુલા : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. દિવસ પસાર થતો જાય તેમ-તેમ તેમાં ઘટાડો જણાય.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ તેમાં ઘટાડો જણાય.

ધન : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. બપોર પછી આપના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. વાહન ધીરે ચલાવવું.

મકર : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતા, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના દોડધામ-શ્રમ વધે. દિવસાન્તે શાંતિ થતી જાય.

કુંભ : પુત્ર-પૌત્રાદિકના સાથ-સહકારથી કામમાં સરળતા જણાય. પરંતુ દિવસ પસાર થાય તેમ પ્રતિકૂળતાનો અનુભવ થાય.

મીન : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. જમીન-મકાન-વાહનના કામમાં ધ્યાન રાખવું બપોર પછી રાહત રહે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News