વાંચો તમારું 30 એપ્રિલ 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક, સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આવક જણાય.
વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં કામ કરવાનો ઉત્સાહ રહે. મહત્વના નિર્ણય લઈ શકાય. રાજકીય-સરકારી કામ થાય.
મિથુન : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ રહે.
કર્ક : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને લાભ-ફાયદો જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ ઘટે.
સિંહ : દિવસ દરમ્યાન આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા-સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે.
કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.
તુલા : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સહકાર મળી રહે.
ધન : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.
મકર : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.
કુંભ : આપ હરોફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા જણાય.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
- અગ્નિદત્ત પદમનાભ