વાંચો તમારું 29 નવેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના અગત્યના કામકાજમાં ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે.
વૃષભ : આપના કામકાજની પૂર્તતા અંગે દોડધામ-શ્રમ અનુભવાય. સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય. ખર્ચ જણાય.
મિથુન : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછા થાય.
કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે.
સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા રહે.
કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.
તુલા : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
વૃશ્ચિક : આપે રાજકીય-સરકારી કામકાજમાં સંભાળવું પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે.
ધન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરિતાપ રહ્યા કરે.
મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.
કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય.
મીન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.
- અગ્નિદત્ત પદમનાભ