mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વાંચો તમારું 29 જૂન 2024નું રાશિ ભવિષ્ય

Updated: Jun 29th, 2024

વાંચો તમારું 29 જૂન 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપને કામમાં પ્રતિકૂળતા રહે. કોઈ ને કોઈ રૂકાવટ- મુશ્કેલીના લીધે કામકાજમાં વિલંબ જણાય. ધીરજ રાખવી.

વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી હર્ષ-લાભ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. મુલાકાત થાય.

મિથુન : ઘર-પરિવાર- સગા સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ માટે દોડધામ-શ્રમ જણાય. જમીન મકાન વાહનના કામ થઇ શકે.

કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બઢતી બદલીના પ્રશ્ને સાનુકુળતા મળી રહે. આનંદ રહે.

સિંહ : સામાજિક વ્યવહારિક કામમાં આપે ધ્યાન રાખવું પડે. નાણાકીય લેવડ દેવડમાં આપે ઉતાવળ કરવી નહીં.

કન્યા : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. રાજકીય- સરકારી કામકાજ થાય.

તુલા : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડનો સામનો કરવો પડે.

વૃશ્ચિક : આપના બુધ્ધિ- અનુભવ- આવડત- મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

ધન : આપ હરો-ફરો - કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

મકર : આપના કાર્યની સાથે અડોશ-પડોશનું કામકાજ રહે. આપના કામમાં સહકાર્યકર વર્ગ - નોકર - ચાકરવર્ગનો સાથ સહકાર રહે.

કુંભ : આપના કાર્યમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat