Get The App

વાંચો તમારું 29 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 29 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. સુસ્તી-બેચેનીના લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

વૃષભ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થાય.

મિથુન : આપના કાર્યમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

કર્ક : આપના કામમાં સંતાન મદદરૂપ થાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.

સિંહ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.

કન્યા : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસ થાય.

તુલા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.

વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.

ધન : આપના કાર્યમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ-ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

મકર : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-અનુભવથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ થાય.

કુંભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. કામ ઉકેલાય.

મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન થાય.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News