વાંચો તમારું 28 નવેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના મહત્ત્વના કામમાં ઉતાવળ કરવી નહીં. સંસ્થાકીય કામ, જાહેરક્ષેત્રના કાર્યમાં મુશ્કેલી જણાય. મુલાકાતમાં ધ્યાન રાખવું.
વૃષભ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી અનુભવાય. મોસાળપક્ષ- સાસરીપક્ષના કામકાજ અંગે દોડધામ-ચિંતા જણાય.
મિથુન : મહત્ત્વના નિર્ણય લેવામાં સાવધાની રાખવી. વધુ પડતાં આત્મવિશ્વાસમાં આવી જવું નહીં. વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું.
કર્ક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં પ્રતિકૂળતા રહે.
સિંહ : સહકાર્યકરવર્ગ- નોકર- ચાકરવર્ગની તકલીફના લીધે કામમાં વિલંબ થાય. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં સાવધાની રાખવી.
કન્યા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. સામાજિક-વ્યવહારિક પ્રશ્ને આપે મૌન રહેવું હિતાવહ છે.
તુલા : માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામકાજમાં મન લાગે નહીં. રાજકીય-સરકારી કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં, ચિંતા રહે.
વૃશ્ચિક : કોર્ટ-કચેરીના કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. ખાતાકીય તપાસથી સંભાળવુ પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.
ધન : સંતાનના પ્રશ્ને આપના ચિંતા-પરિતાપમાં વધારો જણાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. પરદેશના કાર્યમાં મુશ્કેલી રહે.
મકર : નોકરી-ધંધામાં આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ-ગેરસમજ- મન દુ:ખ થઈ જાય.
કુંભ : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં, યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી પડે. અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું.
મીન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
- અગ્નિદત્ત પદમનાભ