mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વાંચો તમારું 28 જૂન 2024નું રાશિ ભવિષ્ય

Updated: Jun 28th, 2024

વાંચો તમારું 28 જૂન 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

વૃષભ : આપના કામમાં સરળતા થતાં આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થાય. આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.

મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવતા રાહત થતી જાય.

કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ વર્ગનો સાથ-સહકાર રહે.

સિંહ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ રહે.

કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

તુલા : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.

વૃશ્ચિક : વાણીની મીઠાશથી આપના કામમાં સરળતા રહે. પુત્ર-પૌત્રાદિકના સાથ-સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

ધન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું.

મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. નોકર-ચાકર વર્ગનો સાથ મળી રહે.

કુંભ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સરળતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.

મીન : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. મિલન-મુલાકાતથી આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat