વાંચો તમારું 28 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામકાજમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં સાનુકુળતા મળી રહે.
વૃષભ : કામકાજમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. આપના ગણતરી ધારણા પ્રમાણેના કામ થઇ શકે નહીં.
મિથુન : પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થઇ શકે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં લાભ થાય.
કર્ક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર મિત્રવર્ગ સગા સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. કામમાં ઉકેલ લાવી શકો.
સિંહ : યાત્રા પ્રવાસ મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ અનુભવો. સીઝનલ ધંધામાં નવો ઓર્ડર મળતાં આનંદ થાય.
કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
તુલા : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. અન્યનો સાથ મળતાં કામનો ઉકેલ લાવી શકો. મિલન-મુલાકાત થાય.
વૃશ્ચિક : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં ઘરાકનું ધ્યાન રાખવું પડે.
ધન : પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને દોડધામ જણાય. ખર્ચ જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.
મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપને સતત ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે. માતૃપક્ષની ચિંતા જણાય. વાહન ધીરે ચલાવવું.
કુંભ : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનં બને. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે. આનંદ રહે.
મીન : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક, સામાજિક વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. કામ ઉકેલાય.
- અગ્નિદત્ત પદમનાભ