વાંચો તમારું 28 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે નવો ઓર્ડર મળી રહે. આનંદ રહે.
વૃષભ : દિવસના પ્રારંભે આપને કામકાજમાં પ્રતિકૂળતા રહે. બપોર પછી ધીરે ધીરે આપને રાહત-શાંતિ થતા જાય. ખર્ચ રહે.
મિથુન : આપના કાર્યમાં વ્યસ્ત રહેવાના પ્રયાસ કરો પરંતુ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં મુશ્કેલી અનુભવાય.
કર્ક : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ-શ્રમમાં વધારો જણાય.
સિંહ : આપના કામમાં સંતાનનો સહકાર મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. ખર્ચ-ખરીદી જણાય.
કન્યા : બપોર સુધી આપે ધીરજ અને શાંતિ રાખીને કામકાજ કરવું. રૂકાવટ જણાય. પરંતુ ત્યારબાદ આપને ધીરે-ધીરે રાહત થતી જાય.
તુલા : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી આપે કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
વૃશ્ચિક : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. આપના કામમાં કુટુંબ-પરિવારનો સહકાર મળી રહે.
ધન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને કામ કરવાનો ઉત્સાહ જણાય. સીઝનલ ધંધામાં સાનુકુળતા રહે.
મકર : દિવસના પ્રારંભે આપને કામમાં કોઈ ને કોઈ રૂકાવટ- મુશ્કેલી અનુભવાય. બપોર પછી ધીરે ધીરે કામમાં સાનુકૂળતા થતી જાય.
કુંભ : આપના કામમાં અન્યનો સહકાર જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. પરંતુ બપોર પછી આપે સાવધાની રાખવી.
મીન : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. મિત્રવર્ગનો સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ