વાંચો તમારું 28 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી કામકાજ કરવું. વાદ-વિવાદ-ગેરસમજ મનદુઃખથી સંભાળવું.
વૃષભ : આપના કામમાં સાનુકુળતા જણાય. મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. અન્યનો સહકાર મળી રહે.
મિથુન : આપના કામકાજ અંગેની વ્યસ્તતા દોડધામમાં વધારો જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ રહે.
કર્ક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીમે ધીમે ઉકેલ આવતો જાય. સંતાનનો સહકાર મળી રહે.
સિંહ : આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ઉચાટ રહે.
કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. ધંધામાં નવી તક પ્રાપ્ત થાય.
તુલા : આપના કામમાં સાનુકુળતા મળી રહે. પરંતુ સામાજિક વ્યવહારિક કામકાજ અંગેના અગત્યના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
વૃશ્ચિક : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
ધન : નાણાંકીય જવાબદારીવાળા કામમાં આપે સંભાળવું પડે. વાદ-વિવાદથી દૂર રહેવું. સાસરીપક્ષ મોસાળપક્ષની ચિંતા અનુભવાય.
મકર : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.
કુંભ : આપે સતત કોઇને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર રહે.
- અગ્નિદત્ત પદમનાભ