વાંચો તમારું 27 નવેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર- દોડધામ- શ્રમમાં વધારો થાય.
વૃષભ : આપના કાર્યમાં સંતાનનો સાથ- સહકાર મળી રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય, પરદેશના કામ થાય.
મિથુન : નોકરી- ધંધે જાવ તો ઘર- પરિવારની અને ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. ઉચાટ- ઉદ્વેગ રહ્યા કરે.
કર્ક : આપના કામમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ નોકર- ચાકર વર્ગનો સહકાર મળી રહે. આડોશ- પાડોશનું કામકાજ રહે.
સિંહ : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામ અંગે વ્યસ્તતા- દોડધામ રહે. ખર્ચ જણાય ભાઈભાંડુનો સહકાર રહે.
કન્યા : રાજકીય- સરકારી કામકાજ અંગે મિલન- મુલાકાત થઈ શકે. આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ રહે.
તુલા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને મુશ્કેલી જણાય. ઉતાવળ કરવી નહીં. મોસાળ પક્ષ- સાસરી પક્ષની ચિંતા રહે.
વૃશ્ચિક : આપની બુદ્ધિ- અનુભવ આવડત મહેનતથી આપના કાર્યનો ઉકેલ લાવી શકો. આપના કામની કદર પ્રશંસા થાય.
ધન : આપના કાર્યની સાથે સગા- સંબંધી વર્ગ મિત્રવર્ગ ઘર- પરિવારના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય.
મકર : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કામગીરી થાય.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેની અનુભવાય. તબિયતની અસ્વસ્થતા જણાય, વધુ પડતી દોડધામ કરવી નહીં.
મીન : ઇચ્છિત વ્યક્તિ સાથેની મિલન- મુલાકાતથી આનંદ- ઉત્સાહ અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
- અગ્નિદત્ત પદમનાભ