mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વાંચો તમારું 27 જૂન 2024નું રાશિ ભવિષ્ય

Updated: Jun 27th, 2024

વાંચો તમારું 27 જૂન 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય. હર્ષલાભ રહે.

વૃષભ : દિવસના પ્રારંભથી આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહો. જમીન-મકાનનું કામ થાય.

મિથુન : આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ રહે. નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ થાય. મુલાકાત થાય.

કર્ક : આપે તન મન ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહે.

સિંહ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય.

કન્યા : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય.

તુલા : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. પુત્ર-પૌત્રાદિકના સહકારથી કામમાં રાહત રહે.

વૃશ્ચિક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં જમીન મકાન વાહનના કામમાં તકલીફ રહે.

ધન : આપના કામની કદર-પ્રશંસા થતાં કામ કરાવનો ઉત્સાહ વધે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. બેંકના, વીમા કંપનીના, શેરોના કામ થાય.

કુંભ : આપના ગણત્રી ધારણા પ્રમાણે જ કામકાજ થઇ શકે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ ફાયદો અનુભવો.

મીન : આપને રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલી રહે. નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું પડે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat