Get The App

વાંચો તમારું 27 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 27 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. બપોર પછી ધીરે ધીરે આપને કામમાં સાનુકૂળતા થતી જાય.

વૃષભ : દિવસના પ્રારંભે કામમાં સરળતા જણાય. કામમાં ઉકેલ આવે પરંતુ દિવસ પસાર થતો જાય તેમ પ્રતિકૂળતા થતી જાય.

મિથુન : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. આપના કામમાં વ્યસ્ત રહો.

કર્ક : અગત્યતના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. બપોર પછી કામકાજ અંગેની વ્યવસ્થતામાં-કાર્યભારમાં વધારો થાય.

સિંહ : બપોર સુધી વાહન ચલાવવામાં આવે સાવધાની રાખવી પડે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય.

કન્યા : બપોર સુધીનો સમય સાનુકૂળ રહે. અગત્યના કામનો ઉકેલ આવે પરંતુ ત્યાર પછી આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય.

તુલા : આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાંણાભીડ જણાય. બપોર પછી આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.

વૃશ્ચિક : વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. બપોર પછી દિવસ મધ્યમ જણાય.

ધન : ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. બપોર પછી આપને રાહત થતી જાય. આપના કામમાં વ્યસ્ત થતા જાવ.

મકર : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે. પરંતુ બપોર પછી આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય.

કુંભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મીન : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. મહત્વના કામ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. હર્ષ-લાભ રહે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News