Get The App

વાંચો તમારું 27 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 27 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : બપોર સુધીનો સમય આપના માટે સાનુકૂળતાવાળો રહે. ત્યારબાદ કામમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ રાખવી.

વૃષભ : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા-દોડધામ બાદ સાનુકૂળતા થતી જાય. જો કે ખર્ચ-ખરીદી જણાય.

મિથુન : મહત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

કર્ક : હૃદય-મનની વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય.

સિંહ : આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામ અંગે વ્યસ્તતા રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.

કન્યા : આપના કાર્યમાં સાનુકૂળતા થતી જાય. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સહકાર રહે. આવક જણાય.

તુલા : આપના કામમાં અન્યનો સહકાર જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ અનુભવાય.

વૃશ્ચિક : બપોર પછી આપને કામમાં ધીમે-ધીમે સરળતા થતી જાય. પરંતુ માનસિક પરિતાપ-વ્યગ્રતા અનુભવાય.

ધન : આપના કાર્યનો ઉકેલ આવતો જાય. આપના કામની કદર-પ્રશંસા થાય પરંતુ બપોર પછી ઉચાટ-ઉદ્વેગ જણાય.

મકર : સતત કોઈ ને કોઈ કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. જેમ દિવસ પસાર થતો જાય તેમ કામનો ઉકેલ આવતો જાય.

કુંભ : આપના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. દિવસ પસાર થાય તેમ કામકાજ અંગેની વ્યસ્તતા વધતી જાય.

મીન : દિવસના પ્રારંભે કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થાય.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News