વાંચો તમારું 27 એપ્રિલ 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : મહત્ત્વના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. અગત્યના નિર્ણય લેવાના હોય તો મુલતવી રાખવા. ઉચાટ-ઉદ્વેગ રહે.
વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી આવેશ- ઉશ્કેરાટમાં આવી જવું નહીં. વાહન ધીરે ચલાવવું.
મિથુન : આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય તેમ છતાં કામકાજ અંગેની વ્યસ્તતા-દોડધામ જણાય. ખર્ચ રહે.
કર્ક : દિવસ દરમ્યાન આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. જમીન- મકાન- વાહનના કામમાં આપે ઉતાવળ ન કરવી.
સિંહ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે ધ્યાન રાખવું પડે. નોકર-ચાકરવર્ગની મુશ્કેલીના લીધે કામમા વિલંબ જણાય.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
તુલા : રાજકીય - સરકારી કામકાજ અંગેની મિલન - મુલાકાતમાં આપે ધ્યાન રાખવું પડે. માનસિક પરિતાપ- વ્યગ્રતા જણાય.
વૃશ્ચિક : હરિફવર્ગ- ઈર્ષ્યા કરનારવર્ગ આપના કામમાં મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. નાણાંકીય બાબતોમાં ધ્યાન રાખવું.
ધન : આપે ધીરજ અને શાંતિ રાખીને પોતાનું કામકાજ કરવું. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ ખર્ચ જણાય.
મકર : આપના ગણત્રી- ધાર્યા પ્રમાણેનું કામકાજ થઈ શકે નહીં. જમીન-મકાન- વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
કુંભ : અડોશ- પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે. દેશ- પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં મુશ્કેલી રહે.
મીન : સામાજિક- વ્યવહારિક કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. નાણાંકીય જવાબદારીવાળા કામમાં કોઈના ભરોસે રહેવું નહીં.
- અગ્નિદત્ત પદમનાભ