વાંચો તમારું 26 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના ઉચાટ-ઉદ્વેગમાં ઘટાડો થતો જાય. ધીમે ધીમે કામમાં સાનુકુળતા થતી જાય.
વૃષભ : આપને કામકાજમાં કોઇને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. ભાગીદારીવાળા ધંધામાં, સંયુક્ત ધંધામાં વાદ-વિવાદથી સંભાળવું પડે.
મિથુન : આપના કામમાં આવેલી રૂકાવટને દૂર કરી આગળ વધી શકો. નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.
કર્ક : આપના કાર્યની સાથે અન્ય કાર્યમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.
સિંહ : માનસિક પરિતાપ વ્યગ્રતા રહ્યા કરે. વિચારોની અસમંજસતા દ્વિધાના લીધે કામમાં વિક્ષેપ અનુભવાય. મહત્ત્વના નિર્ણય ન લેવા.
કન્યા : જેમ દિવસ પસાર થતો જાય આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. સીઝનલ ધંધામાં હરિફાઈનો સામનો કરવો પડે.
તુલા : આપના કાર્યમાં ધીરે ધીરે સાનુકુળતા થતી જાય. કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા રહે.
વૃશ્ચિક : આપના કામકાજમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. આપના કામમાં મિત્રવર્ગ મદદરૂપ થવાના પ્રયાસો કરે.
ધન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત-શાંતિ થતાં જાય. આપના કામમાં ધીરે ધીરે વ્યસ્ત થતા જાવ. આનંદ રહે.
મકર : આપના કાર્યમાં મુશ્કેલી અનુભવાય. મહત્ત્વના કામકાજ કરવામાં આપે ઉતાવળ કરવી નહીં. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં.
કુંભ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેતાં કામનો ઉકેલ લાવી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.
મીન : આપનો દિવસ મધ્યમ રહે. ક્યારેક કામમાં સરળતા જણાય. તો ક્યારેક કામમાં પ્રતિકૂળતા રહે. વાહન ધીરે ચલાવવું.
- અગ્નિદત્ત પદમનાભ