વાંચો તમારું 26 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવાય. રાજકીય સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.
વૃષભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જવાથી, અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપના કાર્યભાર દોડધામમાં વધારો થાય.
મિથુન : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ આવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઉચાટ જણાય.
કર્ક : આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં.
સિંહ : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકરવર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કન્યા : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામ અનુભવાય. ધીરે ધીરે કામનો ઉકેલ આવતા રાહત જણાય.
તુલા : મહત્ત્વના નિર્ણય લેવામાં આપને સાનુકુળતા જણાય. નોકરી-ધંધાના કામકાજ અંગે અગત્યની મુલાકાત થઇ શકે.
વૃશ્ચિક : આપે કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ખર્ચ ખરીદી રહે.
ધનઃ આપના કાર્યમાં પુત્ર પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામકાજ થાય. ધર્મકાર્ય થઈ શકે.
મકર : નોકરી ધંધાના કામકાજની સાથે અન્ય કામકાજ અંગે વ્યસ્તતા જણાય. મિત્રવર્ગના સાથ સહકારથી રાહત રહે.
કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. બઢતી બદલીના કામમાં પ્રગતિ જણાય.
મીન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા ના થાય.
- અગ્નિદત્ત પદમનાભ