Get The App

વાંચો તમારું 25 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 25 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. જાહેરક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનંા થાય. કામ ઉકેલાતાં રાહત રહે.

વૃષભ : સીઝનલ ધંધામાં આપે હરિફાઈનો સામનો કરવો પડે. માલનો વધૂ પડતો ભરાવો કરવો નહીં. વાદ-વિવાદથી સંભાળવું પડે.

મિથુન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.

કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.

સિંહ : આપના કામમાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.

કન્યા : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. લાભ-ફાયદો થાય.

તુલા : આપના કાર્યમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. સંસ્થાકીય કામકાજ જણાય.

વૃશ્ચિક : આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડનો સામનો કરવો પડે. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે.

ધન : આપના કામમાં સાનુકૂળતા થવાથી કામનો ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક જણાય.

મકર : નોકરી-ધંધાની સાથે આપે કોઈને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગને સહકાર મળી રહે. દોડધામ જણાય.

કુંભ : આપના દેશ-પરદેશના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે.

મીન : દિવસ દરમ્યાન આપે આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું. મહત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News