Get The App

વાંચો તમારું 23 નવેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 23 નવેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : ધીરે ધીરે આપના ઉચાટ-ઉદ્વેગમાં ઘટાડો થતો જાય. આપના કામમાં સરળતા થતી જાય. વાણીની મીઠાશથી લાભ થાય.

વૃષભ : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ રહે.

મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સહકાર મળી રહે.

કર્ક : આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ અન્ય કોઈને કોઈ કામકાજ આવી જવાને લીધે દોડધામ શ્રમ ખર્ચ જણાય.

સિંહ : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામકાજમાં વ્યસ્ત રહી શકો. પરંતુ વિચારોની દ્વિધા-અસમંજસતા રહ્યા કરે.

કન્યા : રાજકીય સરકારી કામકાજમાં ખાતાકીય કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. વાણીની સંયમતા રાખીને દિવસ પસાર કરી લેવો.

તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. આપના દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય.

વૃશ્ચિક : જમીન મકાન વાહનના કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. દિવસ દરમ્યાન સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહ્યા કરો.

ધન : જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત થતી જાય. કામમાં સાનુકુળતા થતાં ધીરે ધીરે કામનો ઉકેલ લાવી શકો. આનંદ રહે.

મકર : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા અનુભવાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

કુંભ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.

મીન : આપને કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા થતી જાય. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News