Get The App

આજનું રાશિ ભવિષ્ય: મિથુન રાશિના જાતકોએ વાદ-વિવાદથી દૂર રહેવું, મીન રાશિના જાતકો માટે યાત્રાના યોગ

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
આજનું રાશિ ભવિષ્ય: મિથુન રાશિના જાતકોએ વાદ-વિવાદથી દૂર રહેવું, મીન રાશિના જાતકો માટે યાત્રાના યોગ 1 - image


મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય.

વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્વના નિર્ણય લેવાના હોય તો તેમાં સરળતા જણાય.

મિથુન : મોસાળપક્ષ-સાસરીપક્ષના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.

કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો મળી રહે.

સિંહ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. કામમાં વિલંબ જણાય.

કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહો.

તુલા : સીઝનલ ધંધામાં આકસ્મિક ધરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. સામાજિક-વ્યવહારિક-કામકાજ અંગે વ્યસ્તતા રહે.

વૃશ્ચિક : રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામ,સંસ્થાકીય કામ રહે.

ધન : નાંણાકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની રાખવી પડે. કામકાજમાં પ્રતિકુળતા રહે. સીઝનલ-વાયરલ બીમારોથી સંભાળવું.

મકર : આપની મહેતન-બુધ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે.

કુંભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, નોકર-ચાકરવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ રહે.

મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવાય.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News