વાંચો તમારું 22 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : બપોર સુધી આપને કામકાજમાં સફળતા જણાય. ત્યારબાદ કામકાજ અંગેની દોડધામ-શ્રમમાં વધારો જણાય. ખર્ચ જણાય.
વૃષભ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત-શાંતિ થતાં જાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામ ઉકેલાય.
મિથુન : દિવસનો પ્રારંભ સારો રહે. પરંતુ બપોર પછી આપને કામમાં પ્રતિકૂળતા જણાય. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું પડે.
કર્ક : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અડોશ-પડોસનું કામકાજ રહે. મિલન-મુલાકાત ગોઠવાય.
સિંહ : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.
કન્યા : બપોર પછી કામકાજમાં રૂકાવટના લીધે ઉચાટ-ઉદ્વેગ અનુભવો. જેમ દિવસ પસાર થાય તેમ આપને સાનુકૂળતા થતી જાય.
તુલા : બપોર સુધી કામકાજમાં આપને સરળતા મળી રહે. ત્યારબાદ કામમાં મુશ્કેલીનો અનુભવ થાય. વાદ-વિવાદથી સંભાળવું પડે.
વૃશ્ચિક : દિવસનો પ્રારંભ દોડધામ-શ્રમથી થાય. કામકાજ અંગે વ્યસ્તતા જણાય. બપોર પછી ધીમે ધીમે આપના રાહત થતી જાય.
ધન : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય. જૂના મિત્ર-સ્વજન-સ્નેહી સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ અનુભવાય.
મકર : દિવસના પ્રારંભે અસ્વસ્થતા-બેચેની અનુભવાય. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય આપને શાંતિ થતી જાય. કામ થાય.
કુંભ : આપના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. પરંતુ બપોર પછી આપને કામમાં રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય.
મીન : દિવસના પ્રારંભથી કામકાજ અંગેની વ્યસ્તતા જણાય. જોકે દિવસ પસાર થતો જાય તેમ ધીરે ધીરે કામ ઉકેલવાથી રાહત રહે.
- અગ્નિદત્ત પદમનાભ