વાંચો તમારું 21 March 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપે તન મન ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
વૃષભ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.
મિથુન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમ વધે.
કર્ક : આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિક મદદરૂપ થવા પ્રયાસ કરે. વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું. ખર્ચ જણાય.
સિંહ : ઘર પરિવારની ચિંતાના લીધે નોકરી ધંધામાં આપનું મન લાગે નહીં. આપના કામમાં રૂકાવટ વિલંબ જણાય. ધીરજ રાખવી.
કન્યા : દેશ પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં સાનુકુળતા જણાય. સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.
તુલા : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. કૌટુંબિક પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવું પડે.
વૃશ્ચિક : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. પરદેશના કામ થાય. ધર્મકાર્ય થઇ શકે.
ધન : રાજકીય સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા રહે. નાણાંકીય જવાબદારીવાળા કામમાં ઉતાવળ કરવી નહીં.
મકર : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાને લીધે લાભ ફાયદો જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. હર્ષ લાભ રહે.
કુંભ : આપના કાર્યની સાથે ઘર પરિવાર મિત્રવર્ગ સગા સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતો જાય.
મીન : આપને નોકરી ધંધાના કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. બઢતી બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ