Get The App

વાંચો તમારું 20 March 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Mar 20th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 20 March 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : કામની દોડધામ-તણાવના લીધે તબીયતની અસ્વસ્થતા જણાય. વાહન ચલાવવામાં આપે ઉતાવળ કરવી નહીં.

વૃષભ : આપના કાર્યની સાથે અન્ય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.

મિથુન : સીઝનલ ધંધામાં આપે હરીફાઈનો સામનો કરવો પડે. આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ થાય. ધ્યાન રાખવું.

કર્ક : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાન માટે ખર્ચ-ખરીદી જણાય.

સિંહ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.

કન્યા : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. બઢતી-બદલીના પ્રશ્ને ચિંતા જણાય.

તુલા : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા રહે. કામ ઉકેલાય.

વૃશ્ચિક : આપના મહત્વના કામનો ઉકેલ ધીરે ધીરે આવતો જાય. અગત્યના નિર્ણય લેતાં પહેલાં વિચાર-વિમર્શ કરી લેવા.

ધન : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.

મકર : આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવતા દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.

કુંભ : જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકૂળતા થતી જાય. આપના કામમાં મિત્રવર્ગનો સહકાર મળી રહે. ખર્ચ જણાય.

મીન : આપના રૂકાવટમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :