mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વાંચો તમારું 20 જૂન 2024નું રાશિ ભવિષ્ય

Updated: Jun 20th, 2024

વાંચો તમારું 20 જૂન 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : બેન્કના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. સામાજિક-વ્યવહારિક કામકાજમાં ઉતાવળ કરવી નહીં.

વૃષભ : આપના કામની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મિથુન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સાસરીપક્ષ-મોસાળ પક્ષનું કામકાજ રહે.

કર્ક : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. ધર્મકાર્ય થાય.

સિંહ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું.

કન્યા : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગને સાથ સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.

તુલા : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. સામાજિક-વ્યવહારિક કામ થાય.

વૃશ્ચિક : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. હર્ષ-લાભ રહે.

ધન : આપે નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે. સરકારી-ખાતાકીય કામકાજમાં આપની મુશ્કેલીમાં વધારો થાય.

મકર : આપના કામકાજમાં આકસ્મિક સરળતા-સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. મુલાકાત થઈ શકે.

કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.

મીન : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat