વાંચો તમારું 20 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. આનંદ રહે.
વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ અનુભવાય.
મિથુન : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને રાહત-શાંતિ થતાં જાય. આપના રૂકાવટ-મુશ્કેલીમાં પડેલા કામ ઉકેલાય.
કર્ક : આપને કામકાજમાં પ્રતિકુળતા જણાય. નોકરી-ધંધે જાવતો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહ્યા કરે.
સિંહ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તા રહે.
કન્યા : આપના કામમાં સાનુકુળતા રહે. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ધંધામાં આકસ્મિક ધરાકી જણાય.
તુલા : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની અસમંજસતા-દ્વિધાને લીધે કામમાં વિલંબ જણાય.
વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે નહીં. કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે.
ધન : આપના કામમાં ધીરે-ધીરે સાનુકુળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવતો જાય. દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.
મકર : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપની કામ અંગેની વ્યસતામાં વધારો થતો જાય. ખર્ચ જણાય.
કુંભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ તબીયતમાં સુધારો થતો જાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે.
મીન : સીઝનલ-વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. કામકાજમાં પ્રતિકુળતા જણાય.
- અગ્નિદત્ત પદમનાભ