Get The App

વાંચો તમારું 19 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
વાંચો તમારું 19 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.

વૃષભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતા રાહત જણાય. તેમ છતાં વાણીની સંયમતા રાખવી.

મિથુન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાવધાની રાખવી. મિત્રવર્ગથી ચિંતા રહે.

કર્ક : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ- નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

સિંહ : આપના કાર્યની સાથે અન્ય કાર્યમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કન્યા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા રહે.

તુલા : આપના કામમાં પ્રતિકૂળતા અનુભવાય. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહે.

વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ જણાય.

ધન : દિવસ દરમિયાન આપે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ-મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ રહે.

મકર : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. આપના કામમાં સાનુકૂળતા થતી જાય, મિલન-મુલાકાત થાય.

કુંભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સાચવવું પડે.

મીન : આપના કાર્યની સાથે અન્ય કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News