Get The App

વાંચો તમારું 18 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 18 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે.

વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું.

મિથુન : આપના કામમાં ધીમે-ધીમે સરળતા થતી જાય. કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કર્ક : દિવસના પ્રારંભથી આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા જણાય.

સિંહ : દેશ-પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર રહે.

કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં મુશ્કેલી જણાય.

તુલા : આપના કામમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામકાજ જણાય. મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.

વૃશ્ચિક : આપને કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. સીઝનલ ધંધામાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય.

ધન : આપના કામમાં સાનુકૂળતા રહે. વાણીની મીઠાશથી કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. મહત્વના નિર્ણય લઈ શકાય.

મકર : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. જમીન-મકાન-વાહનના કામમાં આપને રૂકાવટ-મુશ્કેલી અનુભવાય.

કુંભ : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામાં પ્રગતિ જણાય.

મીન : આપના કામમાં સાનુકૂળતા રહે. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા અનુભવાય. પરંતુ કામનો ઉકેલ આવતા રાહત રહે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News