વાંચો તમારું 18 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો આપે ઉતાવળ કરવી નહીં. વાણીની સંયમતા રાખવી પડે. પરદેશના કામમાં મુશ્કેલી જણાય.
વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.
મિથુન : ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગ સાથે વાદ-વિવાદ, ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું.
કર્ક : કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. માથામાં, આંખોમાં દર્દ પીડા જણાય. તબીયત સાચવવી.
સિંહ : માનસિક-પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે નિર્ણય લેવામાં તકલીફ રહે.
કન્યા : રાજકીય-સરકારી કામ અંગે દ્વિધા રહે. આપના કામમાં હરિફવર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. ઉચાટ-ઉદ્વેગ રહે.
તુલા : સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ જણાય. આપના કામ અંગે ઉતાવળ કરવી નહીં. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.
વૃશ્ચિક : જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. સામાજિક-વ્યવહારિક કામમાં સાચવવું પડે.
ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં રૂકાવટ રહે. બઢતી-બદલીના પ્રશ્ને ચિંતા જણાય. પ્રવાસમાં ધ્યાન રાખવું.
મકર : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
કુંભ : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. મિલન-મુલાકાત મુલત્વી રાખવા. વ્યગ્રતા જણાય.
મીન : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય. આરોગ્યની કાળજી રાખવી.
- અગ્નિદત્ત પદમનાભ