Get The App

વાંચો તમારું 18 એપ્રિલ 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 18 એપ્રિલ 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેનીથી થાય. પરંતુ જેમજેમ દિવસ પસાર થાય તેમ તેમ આપને શાંતિ રાહત થતાં જાય.

વૃષભ : જેમ દિવસ પસાર થાય તેમ કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થતો જાય. વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે.

મિથુન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.

કર્ક : જેમ દિવસ પસાર થતો જાય તેમ કામકાજ અંગેની દોડધામ શ્રમમાં વધારો થતો જાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

સિંહ : દિવસારંભે ઉચાટ-ઉદ્વેગ જણાય. ધીમે ધીમે આપને કામમાં રાહત થતી જાય. આપના રૂકાવટ-વિલંબમાં પડેલા કામ ઉકેલાય.

કન્યા : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા જણાય. ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદથી સંભાળવું પડે.

તુલા : સંયુક્ત ધંધામાં આપને ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા અનુભવાય.

વૃશ્ચિક : ધીમે ધીમે આપના કામકાજમાં સાનુકૂળતા થતી જાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-ખર્ચ જણાય.

ધન : માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામકાજમાં મન લાગે નહીં. બેચેની રહે.

મકર : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ધીરજથી કામ લેવું. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ અનુભવાય.

કુંભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ ધીમે ધીમે આપના કામનો ઉકેલ આવતો જવાથી દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.

મીન : યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ આપે સતત કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :