Get The App

વાંચો તમારું 17 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 17 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપે રાજકીય સરકારી કામકાજમાં, કોર્ટ કચેરીના કામકાજમાં સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ- ખરીદીના લીધે નાણાંભીડ રહે.

વૃષભ : આપના કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આપને લાભ- ફાયદો જણાય, પરદેશના કામકાજ થાય.

મિથુન : આપના કાર્યની સાથે સગા- સંબંધી વર્ગ- મિત્રવર્ગ- ઘર પરિવારના કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને, કામનો ઉકેલ આવે.

કર્ક : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા ઉચાટ જણાય.

સિંહ : દિવસના પ્રારંભથી જ તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં ધ્યાન રાખવું 

કન્યા : આપના કાર્યની સાથે અન્ય કામકાજ જણાય. અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મિલન- મુલાકાત થાય.

તુલા : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. રાજકીય- સરકારી કામકાજ અંગે દોડધામ- ખર્ચ અનુભવાય.

વૃશ્ચિક : આપની બુદ્ધિ- અનુભવ- આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા રહે.

ધન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. આવેશ- ઉશ્કેરાટમાં આવ્યા વગર કામ કરવું.

મકર : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. નોકર- ચાકર વર્ગનો સહકાર મળી રહે.

કુંભ : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક- પારિવારિક સહકારથી સીઝનલ ધંધામાં દોડધામ ઓછી થાય, આવક જણાય.

મીન : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો તે મુલત્વી રાખવા.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News