વાંચો તમારું 17 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના રૂકાવટ-મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. લાભ થાય.
વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતા અનુભવાય. ઘર-પરિવારની ચિંતાને લીધે કામમાં મન લાગે નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
કર્ક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય.
સિંહ : દિવસના પ્રારંભે ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત થતી જાય. ચિંતા દૂર થાય.
કન્યા : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. ખર્ચ જણાય.
તુલા : દિવસના પ્રારંભે કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા અનુભવાય. જેમ દિવસ પસાર થાય આપને કામમાં રાહત થતી જાય.
વૃશ્ચિક : પરદેશના કામમાં પ્રગતિ જણાય. નવા કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. બપોર પછી વ્યસ્તતામાં વધારો થાય.
ધન : સુસ્તી-બેચેનીથી શરૂ થયેલો દિવસ જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ આપને રાહત થતી જાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
મકર : દિવસના પ્રારંભે કામમાં સાનુકૂળતા જણાય. બપોર પછી આપે બેન્કના, વીમા કંપનીના, શેરોના કામમાં સાવધાની રાખવી.
કુંભ : દોડધામ અને વ્યસ્તતાની સાથે શરૂ થયેલો દિવસ જેમ પસાર થતો જાય તેમ હળવાશ લાવતો જાય. કામનો ઉકેલ આવે.
મીન : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીમાં ઘટાડો જણાય. બપોર પછી કામમાં પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી રહે.
- અગ્નિદત્ત પદમનાભ