વાંચો તમારું 16 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત શાંતિ થતાં જાય.આપના કામમાં ધીરે ધીરે સાનુકુળતાં થતી જાય.
વૃષભ : દિવસનો પ્રારંભ આપના માટે સારો રહે. બપોરથી આપના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. મિત્રવર્ગની ચિંતા રહે.
મિથુન : આપના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. અડોશ-પડોશનું કામકાજ રહે.
કર્ક : આપના કામની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતાં રાહત જણાય.
સિંહ : માનસિક પરિતાપ વ્યગ્રતા લીધે કામમાં મન લાગે નહીં. વિચારોની અસમંજસતા દ્વિધા જણાય. ખર્ચ જણાય.
કન્યા : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો.
તુલા : આપના દોડધામ શ્રમમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય. કામનો ઉકેલ આવવાથી રાહત રહે. મિત્રવર્ગનો સાથ મળી રહે.
વૃશ્ચિક : આપના કામમાં સહકાર્યકર વર્ગનો સહકાર મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા જણાય.
ધન : દિવસનો પ્રારંભ સુસ્તી બેચેનીથી થાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને શાંતિ-રાહત અનુભવાય.
મકર : બપોર સુધી કામકાજમાં સાનુકુળતા રહે. ત્યારબાદ આપને કામમાં મુશ્કેલીનો અનુભવ થાય. વાહન ધીરે ચલાવવું.
કુંભ : આપના કામને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. મોસાળપક્ષ સાસરીપક્ષના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને.
મીન : આપના કામમાં સંતાનનો સહકાર મળી રહે. કામમાં આકસ્મિક સાનુકુળતાથી ઝડપથી ઉકેલ લાવી શકો.
- અગ્નિદત્ત પદમનાભ