વાંચો તમારું 15 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 15 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કાર્યની સાથે મિત્રવર્ગ, ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ અનુભવાય.

વૃષભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

મિથુન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

કર્ક : આપના કામની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. મહત્વના નિર્ણય લઈ શકો.

સિંહ : આપના કાર્યની સાથે બીજુ કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામમાં-શ્રમમાં વધારો થાય.

કન્યા : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો મળી રહે.

તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દયમનને-શાંતિ-રાહત જણાય નહીં, ઘર-પરિવારની ચિંતા અનુભવાય.

વૃશ્ચિક : અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું અને આપના કામમાં સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

ધન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક-સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. આનંદ-ઉત્સાહ રહે.

મકર : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

કુંભ : આપની ગણત્રી-ધારણા અવળી પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાંણાભીડ રહે.

મીન : સીઝનલ ધંધામાં આકસ્મિક ધરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News