વાંચો તમારું 15 ફેબ્રુઆરી 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામની સાથે બીજુ કોઈ કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય.
વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય આપને કામમા સાનુકૂળતા થતી જાય. આપના રૂકાવટ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય.
મિથુન : આપે ધીરજ અને શાંતિ રાખીને કામકાજ કરી લેવું. જમીન- મકાન- વાહનના કામમાં રૂકાવટ મુશ્કેલી જણાય. ખર્ચ રહે.
કર્ક : આપના કામની કદર- પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ અનુભવો. પરદેશના કામકાજમાં સાનુકુળતા મળી રહે.
સિંહ : આપના કાર્યની સાથે સામાજિક- વ્યવહારિક કામકાજ જણાય. ધીર ધીરે આપના કામનો ઉકેલ આવતાં રાહત થતી જાય.
કન્યા : માનસિક પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.
તુલા : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગ આપની મુશ્કેલીમાં વધારો કરે. ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
ધન : જમીન- મકાન- વાહનના કામમાં સાનુકુળતા મળી રહે. દિવસ દરમ્યાન આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે.
મકર : આપના કામમાં સહકાર્યકરવર્ગ - નોકર- ચાકરવર્ગનો સાથ મળી રહેતાં રાહત જણાય. પરદેશના કામકાજ થઈ શકે.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની અનિચ્છા છતાં કામમા વ્યસ્ત રહેવું પડે.
મીન : આપના કાર્યનો ઉકેલ આવતા રાહત અનુભવાય. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
- અગ્નિદત્ત પદમનાભ