વાંચો તમારું 14 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 14 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન - વાહનના કામમાં આપને સાનુકુળતા મળી રહે.

વૃષભ : ધીમે ધીમે આપના કામમાં સાનુકૂળતા થતી જાય. નોકર-ચાકરવર્ગના સાથ સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો.

મિથુન : કામ અંગેની દોડધામ- શ્રમ- દબાણ તણાવના લીધે તબીયતની અસ્વસ્થતા જણાય. નાણાકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું.

કર્ક : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. ધર્મકાર્યથી આનંદ રહે.

સિંહ : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા થતી જાય. સીઝનલ ધંધામાં હરિફાઈનો સામનો કરવો પડે.

કન્યા : જેમ દિવસ પસાર થતો જાય એમ આપને રાહત થતી જાય. આપના રુકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવે.

તુલા : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. જમીન- મકાન- વાહનના પ્રશ્ને આપની ચિંતા પરેશાનીમાં વધારો થાય.

વૃશ્ચિક : આપના કામની કદર- પ્રશંસા થવાથી આનંદ અનુભવો. દેશ પરદેશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ભાઈભાંડુનો સહકાર રહે.

ધન : આપના કામમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો મળી રહે.

મકર : આપના અગત્યના કામો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. યાત્રા-પ્રવાસ થાય.

કુંભ : આપે આવેશ- ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામ કરી લેવું. વાદ વિવાદ ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે.

મીન : આપના કાર્યમાં સરળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થઈ શકે.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News