Get The App

વાંચો તમારું 14 એપ્રિલ 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Apr 15th, 2025


Google News
Google News
વાંચો તમારું 14 એપ્રિલ 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે. આનંદ જણાય.

વૃષભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મી નું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.

મિથુન : નોકરી-ધંધામાં મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. વાણીની મીઠાશથી આપને કામમાં સરળતા મળી રહે.

કર્ક : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

સિંહ : આપના કામની કદર-પ્રશંસા થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.

કન્યા : આપના કામમાં સાનુકુળતા પ્રાપ્ત કરી શકો. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સાથ મળી રહે. બેંકના કામ થઈ શકે.

તુલા : રાજકીય-સરકારી કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. અગત્યના કામમાં આપને અન્યનો સહકાર મળી રહે.

વૃશ્ચિક : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

ધન : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાઈ શકો. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.

મકર : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકુળતા મળી રહે.

કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. યાત્રા-પ્રવાસમાં માલ સમાનનું ધ્યાન રાખવું.

મીન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું અનુભવાય. અનિચ્છાએ કામ કરવું પડે. વાણીની સંયમતા રાખવી પડે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :